Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The city of Kiev was shaken by the Russian attack

VIDEO: રશિયાના હુમલાથી કિવ શહેર ધણધણી ઉઠ્યું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. ગુરુવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલોથી મોટો હુમલો કર્યો છે. હુમલા દરમિયાન કિવ શહેર શક્તિશાળી વિસ્ફોટોના અવાજોથી ધણધણી ઉઠ્યું હતું. જ્યારે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ રશિયન મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે સતત કાર્યરત જોવા મળી હતી. યુક્રેનની વાયુસેનાએ પાટનગર કિવ પર હજુ પણ વધુ મિસાઈલ હુમલા થવાની ચેતવણી જાહેર કરી છે અને નાગરિકોને સુરક્ષિત બંકરોમાં જ રહેવા માટે કડક અપીલ કરી છે. ચાલુ જુલાઈ મહિનામાં રશિયા તરફથી કિવ પર કરવામાં આવેલો આ 7મો મોટો અને ઘાતક હુમલો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. કિવના મેયરે જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમી બહારના વિસ્તારમાં આવેલું એક મોટું ગોડાઉન આ મિસાઈલ હુમલાની ચપેટમાં આવી ગયું છે. બીજી તરફ, યુક્રેનિયન સેના દ્વારા તોડી પાડવામાં આવેલી રશિયન મિસાઈલોનો કાટમાળ ડ્નીપ્રો નદીના પૂર્વી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં પડ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, રશિયાએ કિવ તરફ ઓછામાં ઓછી 8 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી.

App Store