Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's controversial remarks sour relations with America! Saudi Prince surrenders to Russia

ટ્રમ્પની વિવાદિત ટિપ્પણીથી અમેરિકા સાથેના સંબંધોમાં ખટાશ! રશિયાના શરણે સાઉદીના Prince

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પની વિવાદિત ટિપ્પણીથી અમેરિકા સાથેના સંબંધોમાં ખટાશ! રશિયાના શરણે સાઉદીના Prince
સોર્સ : GSTV

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે વૈશ્વિક રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરની ફોન પર થયેલી વાતચીતે વિશ્વના શક્તિશાળી દેશોમાં નવી ચર્ચા જગાવી છે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાઉદી નેતૃત્વ વિશેના વિવાદાસ્પદ નિવેદનને કારણે અમેરિકા અને સાઉદી અરેબિયાના સંબંધોમાં ખટાશ આવી હોવાના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પની ટિપ્પણી બાદ સાઉદી અરેબિયા હવે રશિયા અને ચીન જેવી વૈશ્વિક તાકાતો સાથે પોતાના સંબંધો વધુ મજબૂત કરી રહ્યું હોય તેવું જણાય છે.

App Store

યુદ્ધ વચ્ચે ઓઇલના પુરવઠા અને દરિયાઈ માર્ગો પર વધતું જોખમ

આ મહત્ત્વપૂર્ણ વાતચીત દરમિયાન બંને નેતાઓએ મિડલ ઈસ્ટમાં ઝડપથી બગડતી જતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. ઈઝરાયલ-ઈરાન સંઘર્ષમાં થઈ રહેલી જાનહાનિ અને પાયાની સુવિધાઓને થઈ રહેલા નુકસાન અંગે ચર્ચા કરતાં પુતિને સાઉદી અરેબિયાની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે ઊભા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, ઊર્જા સુરક્ષાના મુદ્દે પણ બંને દેશોએ OPEC+ માળખા હેઠળ સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. યુદ્ધને કારણે ઓઇલના પુરવઠા અને દરિયાઈ માર્ગો પર વધી રહેલા જોખમો વચ્ચે ઓઇલની કિંમતોને નિયંત્રિત રાખવા અને બજારમાં સંતુલન જાળવવા માટે આ વ્યૂહરચના અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે.

અમેરિકા પર નિર્ભરતા ઘટાડી સંતુલનની વ્યૂહરચના

નિષ્ણાતોના મતે, સાઉદી અરેબિયાની આ ચાલ તેની બદલાતી વિદેશ નીતિનો સ્પષ્ટ સંકેત છે. લાંબા સમય સુધી અમેરિકાના નજીકના સાથી રહેલા સાઉદી અરેબિયાએ હવે સંતુલનની વ્યૂહરચના અપનાવી છે. ક્રાઉન પ્રિન્સ હવે એવો સંદેશ આપી રહ્યા છે કે સાઉદી અરેબિયા કોઈ એક પક્ષ પર પૂરી રીતે નિર્ભર રહેશે નહીં અને પોતાના હિતોના આધારે સ્વતંત્ર નિર્ણયો લેશે. લશ્કરી સમાધાનને બદલે રાજદ્વારી રસ્તા અને તાત્કાલિક યુદ્ધવિરામ પર જોર આપીને રશિયા અને સાઉદી અરેબિયાએ અમેરિકાની આક્રમક વ્યૂહરચના કરતાં અલગ વલણ અપનાવ્યું છે.