VIDEO: પૂર બાદ 900થી વધુ ઝેરી સાપોનો આતંક, જ્યાં જુઓ ત્યાં સાપ જ સાપ!
સોર્સ : gstv
ચીનના ગુઆંગસી વિસ્તારમાં ભારે વરસાદ અને પૂર બાદ ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ છે. પૂર દરમિયાન સ્નેક ફાર્મમાંથી 900થી વધુ સાપ બહાર નીકળી ગયા હોવાના અહેવાલ છે. પૂરનાં પાણીમાં સાપો તરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક મહિલાનું સાપના ડંખથી મોત થયાનું પણ સામે આવ્યું છે. હાલ પ્રશાસને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પૂરનાં પાણીમાં સાપો તરતા જોવા મળી રહ્યા છે, જ્યારે સ્થાનિક લોકો પાણીમાં ઊતરી તેમને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ પર રાખી પ્રશાસન લોકોને સતર્ક રહેવાની અપીલ કરી રહ્યું છે.

