પાકિસ્તાનના કરાચીમાં ભયંકર તોફાનો! અમેરિકી કોન્સ્યુલેટના ગેટ તોડ્યા, ઘટનામાં 8ના મોત

અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈ અને અન્ય ટોચના કમાન્ડરોના મોતના સમાચાર બાદ પાકિસ્તાનના કરાચી શહેરમાં ભારે તણાવ સર્જાયો છે. સેંકડો પ્રદર્શનકારીઓ અમેરિકી કોન્સ્યુલેટ (દૂતાવાસ)ની બહાર જમા થઈ ગયા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું.
પાકિસ્તાનમાં સ્થિત અમેરિકી દુતાવાસની બહાર કરાયા સૂત્રોચ્ચાર
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ અમેરિકી કોન્સ્યુલેટનો મુખ્ય ગેટ તોડવાનો પ્રયાસ કર્યો અને પરિસરમાં ઘૂસવાની કોશિશ કરી હતી. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો, ટાયરો સળગાવ્યા અને આગ લગાવવાની ઘટનાઓ બની હતી. આ દરમિયાન આખા વિસ્તારમાં "અમેરિકા મુર્દાબાદ", "ઈઝરાયેલ મુર્દાબાદ" અને "ઈરાન ઝિંદાબાદ" જેવા સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા.
મધ્ય પૂર્વમાં બનતી ઘટનાઓની અસર અન્ય દેશો પર પણ
પ્રદર્શન અચાનક ભડકી ઉઠતા સુરક્ષા દળો માટે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ બની ગઈ હતી. ભીડની સંખ્યા સતત વધતી રહી હતી. કરાચીના આ વિરોધ પ્રદર્શને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે મધ્ય પૂર્વમાં બની રહેલી ઘટનાઓની અસર અન્ય દેશોની જનતા પર પણ ઊંડી પડે છે.

