Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Sudan! Another country headed for a major humanitarian crisis

આગામી 72 કલાક સુદાન માટે અત્યંત ભારે! વધુ એક મોટા માનવીય સંકટ તરફ ધકેલાતો દેશ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
આગામી 72 કલાક સુદાન માટે અત્યંત ભારે! વધુ એક મોટા માનવીય સંકટ તરફ ધકેલાતો દેશ
સોર્સ : gstv

સુદાનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું ભીષણ ગૃહયુદ્ધ (Civil War) હવે વધુ એક મોટા અને ભયાનક માનવીય સંકટ (Humanitarian Crisis) તરફ આગળ વધી રહ્યું છે. પેરામિલિટ્રી ફોર્સ 'રેપિડ સપોર્ટ ફોર્સીસ' (RSF - Rapid Support Forces) ના સૈનિકોએ નોર્થ કોર્ડોફાનની રાજધાની અલ-ઓબેદ (Al-Ubayyid) શહેરને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. ઉત્તર અને પશ્ચિમ દિશામાંથી RSFની સેના સતત આગળ વધી રહી છે અને તાજેતરમાં થયેલા ડ્રોન હુમલામાં (Drone Attacks) પાંચ ઓઈલ ટેન્ક ફાર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે.

App Store

આ ગંભીર સ્થિતિને જોતા અમેરિકા (US) અને સંયુક્ત રાષ્ટ્ર (UN) એ સંયુક્ત રીતે ચેતવણી આપી છે કે જો આ ઘેરાબંધી ન રોકાઈ તો અલ-ઓબેદમાં મોટા પાયે નરસંહાર (Genocide) થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આગામી 72 કલાકમાં આ શહેર પર મોટો હુમલો થવાની પૂરેપૂરી આશંકા છે.

શા માટે આટલું મહત્ત્વનું છે અલ-ઓબેદ શહેર?

અલ-ઓબેદ એ સુદાનના મધ્ય ભાગમાં આવેલું એક ખૂબ જ વ્યુહાત્મક અને મહત્વપૂર્ણ શહેર છે. અહીંથી પસાર થતો મુખ્ય હાઈવે (Highway) પશ્ચિમી દારફુરને દેશના પૂર્વીય વિસ્તારો સાથે જોડે છે. આ ઉપરાંત, દેશની મુખ્ય ઓઈલ પાઈપલાઈન (Oil Pipeline) પણ આ જ ક્ષેત્રમાંથી પસાર થાય છે. જો RSF આ શહેર પર કબજો જમાવવામાં સફળ રહેશે, તો આખા પશ્ચિમ સુદાન પર તેનું નિયંત્રણ મજબૂત થઈ જશે. રાજધાની ખાર્તુમ બાદ RSF માટે આ સૌથી મોટી પ્રાદેશિક જીત (Regional Victory) સાબિત થઈ શકે છે. હાલમાં સુદાનની સત્તાવાર આર્મી (SAF - Sudanese Armed Forces) હવાઈ હુમલા (Airstrikes) દ્વારા આ ઘેરાબંધીનો જવાબ આપી રહી છે.

અલ-ફાશરના ઇતિહાસનું પુનરાવર્તન થવાનો ડર

અમેરિકા અને યુએનની આ ચિંતા માત્ર એક અંદાજ નથી, પરંતુ અગાઉ અલ-ફાશર (Al-Fashir) શહેરમાં સર્જાયેલી સ્થિતિના કડવા અનુભવ પર આધારિત છે. ઓક્ટોબર 2025માં જ્યારે RSF એ અલ-ફાશર પર કબજો કર્યો હતો, ત્યારે યુએનના ફેક્ટ-ફાઇન્ડિંગ મિશને (Fact-Finding Mission) ત્યાં નરસંહારના પુરાવા મેળવ્યા હતા. આરોપ છે કે ત્યાં RSF એ ચોક્કસ સમુદાયોને નિશાન બનાવી સામૂહિક હત્યાઓ, બળાત્કાર (Mass Rape) અને લોકોને ગુમ કરવાનું પાપ કર્યું હતું. હવે અલ-ઓબેદમાં પણ બિલકુલ એ જ પ્રકારની પેટર્ન (Pattern) જોવા મળી રહી છે, જેને પગલે યુએન સિક્યોરિટી કાઉન્સિલે (UN Security Council) આ હુમલો તાત્કાલિક રોકવાની માંગ કરી છે.

દુનિયાનું સૌથી મોટું વિસ્થાપન સંકટ 

એપ્રિલ 2023થી સુદાનની સત્તાવાર આર્મી અને આદિવાસી મિલિશિયામાંથી બનેલી RSF વચ્ચે સત્તા મેળવવા માટે આ લોહિયાળ સંઘર્ષ (Power Struggle) ચાલી રહ્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લાખો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1.4 કરોડથી વધુ લોકો વિસ્થાપિત (Displaced) થયા છે. હાલમાં વર્ષ 2026 માં પણ સુદાનની અડધાથી વધુ વસ્તી એટલે કે અંદાજે 3.3 કરોડ લોકોને તાત્કાલિક માનવીય સહાયની (Humanitarian Aid) જરૂર છે. ભૂખમરો, રોગચાળો અને જાતીય હિંસા અહીં સામાન્ય બની ગયા છે અને લાખો શરણાર્થીઓ (Refugees) પડોશી દેશોમાં આશ્રય લઈ રહ્યા છે, જેનાથી સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધી છે.

વૈશ્વિક મીડિયાનું નબળું કવરેજ અને દુનિયાનું મૌન

ચોંકાવનારી બાબત એ છે કે સુદાનનું આ સંકટ અત્યારે વિશ્વનું સૌથી મોટું વિસ્થાપન સંકટ હોવા છતાં, વૈશ્વિક મીડિયામાં (Global Media) તેને માત્ર 1 ટકા જેટલું જ કવરેજ (Media Coverage) મળે છે. અન્ય આંતરરાષ્ટ્રીય યુદ્ધોની સરખામણીએ સુદાનની પીડા વિશે દુનિયામાં બહુ ઓછી ચર્ચા થાય છે. જો આંતરરાષ્ટ્રીય સમુદાયે (International Community) તાત્કાલિક હસ્તક્ષેપ કરીને શાંતિ વાર્તા (Peace Talks) શરૂ ન કરાવી, તો અલ-ઓબેદ આગામી નરસંહારનું મુખ્ય કેન્દ્ર બની જશે અને સુદાન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે.