VIDEO: આતંકવાદીઓને ઢોલ બનાવવાનું બંધ કરો, UNSCમાં ભારતની કડક ચેતવણી
UNSCમાં ભારતે એક વાર ફરી પાકિસ્તાન અને ચીનને કડક શબ્દોમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બંને દેશો આતંકવાદીઓની ઢાલ બનવાનું બંધ કરે. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રને પોતાના સંકીર્ણ રાજકીય સ્વાર્થ સાધવાનું મંચ ન બનાવવું જોઈએ અને આતંકવાદીઓની ગ્લોબલ લિસ્ટિંગ પ્રક્રિયામાં રાજકીય હસ્તક્ષેપ બિલકુલ સહન કરવામાં આવશે નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ યોજના પટેલે કોઈ દેશનું નામ લીધા વિના પાકિસ્તાન અને ચીન પર પરોક્ષ પ્રહારો કર્યા હતા. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે કોઈપણ આતંકવાદીને પ્રતિબંધિત યાદીમાં ઉમેરવાની કે તેમાંથી હટાવવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને નિષ્પક્ષતા હોવી અત્યંત જરૂરી છે. તેમણે આતંકવાદ અને પ્રતિબંધો સાથે જોડાયેલા મામલાઓ જોતી સહાયક સમિતિઓની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પરિષદના આંતરિક મતભેદોના કારણે આ કમિટીઓના અધ્યક્ષોની નિમણૂક અટકેલી છે, જેનાથી આતંકવાદ વિરોધી કામગીરી પર માળખાકીય અસર પડી રહી છે.

