11 દિવસ સુધી કાદવ નીચે દબાયેલા રહ્યા ને બહાર આવ્યા જીવતા! નેપાળ પૂર હોનારત વચ્ચે સર્જાયો ચમત્કાર!

નેપાળમાં પૂર હોનારત બાદ 11 દિવસે રાહત-બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. બેત્રાવતીમાં આપદા વચ્ચે એક ઘરમાં કાદવ વચ્ચેથી 60 વર્ષીય મહિલા જીવતી મળી આવી છે. નેપાળના સશસ્ત્ર પોલીસ દળે મહિલાને બચાવી છે. મહિલા છેલ્લા 11 દિવસથી આ કાદવ વચ્ચે ફસાયેલી હતી. બચાવ દળે ભારે જહેમત વચ્ચે અભિયાન ચલાવીને તેને બહાર કાઢી છે. આ ઘટનાએ ફરી એકવાર આશા જગાડી છે કે, કાટમાળ વચ્ચે હજુ ઘણા લોકોને જીવતા શોધી મળી શકે છે.
બચાવ દળે મહિલાને કેવી રીતે સુરક્ષિત કાઢ્યાં?
નેપાળના સુરક્ષા જવાનો અને બચાવ દળની ટીમને મહિલાને બચાવતી વેળા મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે છતાં સશસ્ત્ર પોલીસ દળના જવાનોએ જીવ જોખમમાં મૂકી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. મહિલા જીવતી મળતાં રાહત અને બચાવ કામગીરી અભિયાનની એક મોટી સફળતા ગણવામાં આવે છે. આ અભિયાને સુરક્ષાકર્મીઓ અને રેસ્ક્યૂ ટીમનું સાહસ દેખાડ્યું છે. આ દરમિયાન ફસાયેલી દરેક વ્યક્તિને જીવતી શોધવાની આશા રાખવાની અપીલ કરવામાં આવી છે.
ચીની નાગરિક સુરક્ષિત મળ્યો
નેપાળના અપર ત્રિશૂલી-1 જળવિદ્યુત યોજનાના પ્રભાવિત ક્ષેત્રમાંથી પણ એક ચીની નાગરિકને બચાવવામાં આવ્યો છે. અંદાજે 11 દિવસ બાદ તેઓ પણ જીવતા મળી આવ્યા છે. સુરક્ષાકર્મીઓ અને રેસ્ક્યૂ ટીમ સતત પ્રભાવિત વિસ્તારમાં શોધખોળ અને બચાવ કામગીરી કરી રહી છે. આ અભિયાન દરમિયાન ચીની નાગરિકને સુરક્ષિત જીવતો કાઢવામાં આવ્યો છે. આ ઘટનાથી એ દરેક પરિવારને આશા જાગી છે કે, જેમના લોકો પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા છે.
હજુ કેટલાય લોકો જીવતા હોવાની આશા
બચાવ કામગીરી વચ્ચે સુરક્ષાકર્મીઓ અને રેસ્ક્યૂ ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. બંને ઘટનામાં 11 દિવસ બાદ પણ લોકો જીવતા મળવા એ બહુ મોટી સફળતા ગણવામાં આવે છે. રેસ્ક્યૂ ટીમનું કામ માત્ર કાટમાળ હટાવવાનો નથી, પરંતુ દરેક સંભવિત જગ્યા પર ફસાયેલા લોકોને શોધવાનું છે. એવામાં 60 વર્ષીય મહિલા અને ચીની નાગરિકનું જીવતા મળી આવવું એ આશા કાયમ રાખે છે કે, હજુ કાટમાળમાં ફસાયેલા કેટલાય લોકો જીવતા હોઈ શકે છે.
રેસ્ક્યૂ ટીમનું અનોખું સાહસ
આ બચાવ અભિયાને સુરક્ષાકર્મીઓ અને રેસ્ક્યૂ ટીમના સાહસને ઉજાગર કર્યું છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ વચ્ચે પણ જવાનો બીજાનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. નેપાળના બહાદુર સુરક્ષાકર્મીઓ અને રેસ્ક્યૂ ટીમ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે. આ સાથે જ એ આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે, કાટમાળમાં અને પ્રભાવિત વિસ્તારમાં હજુ કેટલીય જિંદગીઓ સુરક્ષિત હશે. ત્યારે આ ઘટનાઓ વચ્ચે એ સંદેશ મળે છે કે, રાહત બચાવ અભિયાન ચાલુ છે ત્યાં સુધી આશા ન છોડવી જોઈએ.

