Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Slots for US visa will be available in just 10 days, know the new scheme and conditions

અમેરિકાના વિઝા માટે માત્ર 10 દિવસમાં મળી જશે સ્લોટ, જાણો નવી સ્કીમ અને શરતો

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકાના વિઝા માટે માત્ર 10 દિવસમાં મળી જશે સ્લોટ, જાણો નવી સ્કીમ અને શરતો
સોર્સ : gstv

અમેરિકા (US) જવા ઇચ્છતા અને વિઝા ઇન્ટરવ્યૂની લાંબી લાઇનથી પરેશાન લોકો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એક નવો પાયલટ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ, જો કોઈ અરજદાર વહેલી તકે વિઝા ઇન્ટરવ્યૂ આપવા માંગતો હોય, તો તેણે $750 (આશરે 62,000 રૂપિયાથી વધુ)ની વધારાની ફી ચૂકવવી પડશે. આ અઠવાડિયે ફેડરલ રજિસ્ટરમાં આ અંગેની સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવશે. આ ખાસ પ્રોગ્રામ ચાલુ વર્ષે 1 જુલાઈથી શરૂ થઈને 31 ડિસેમ્બર, 2026 સુધી ચાલશે.

App Store

માત્ર 10 દિવસમાં મળી જશે સ્લોટ, પણ શરતો લાગુ

આ નવી વ્યવસ્થા હેઠળ, બિઝનેસ (B-1) અને ટૂરિસ્ટ (B-2) વિઝા માટે અરજી કરનારા પાત્ર ઉમેદવારોને માત્ર 10 બિઝનેસ ડેઝ (કામકાજના દિવસો)ની અંદર જ વિઝા ઇન્ટરવ્યૂ માટેનો સ્લોટ મળી જશે. જોકે, આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે જ્યારે જે-તે કોન્સ્યુલેટ અથવા એમ્બેસીમાં સ્લોટ ખાલી હશે. આ પ્રીમિયમ સર્વિસ વિશ્વભરની તમામ અમેરિકન એમ્બેસી કે કોન્સ્યુલેટમાં ઉપલબ્ધ નહીં હોય. કઈ જગ્યાએ આ સુવિધા ચાલુ છે, તેની યાદી સ્ટેટ ડિપાર્ટમેન્ટ પોતાની સત્તાવાર વેબસાઇટ travel.state.gov પર જાહેર કરશે. આ સ્લોટ્સની સંખ્યા પણ ખૂબ મર્યાદિત રાખવામાં આવશે.

વધુ પૈસા આપવાથી વિઝા મળવાની ગેરંટી નહીં મળે

અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વધારાની ફી માત્ર ઇન્ટરવ્યૂની તારીખ વહેલી મેળવવા માટે જ છે. તેનાથી વિઝા મંજૂર થવાની પ્રક્રિયા કે સ્પીડ પર કોઈ અસર નહીં પડે. સિક્યોરિટી ચેકિંગ અથવા યોગ્યતાની ચકાસણી માટે જે સામાન્ય સમય લાગે છે, તે નિયમ મુજબ જ લાગશે અને તેમાં કોઈ વહેલા-મોડું કરવામાં આવશે નહીં. પ્રીમિયમ ફી ચૂકવ્યા પછી પણ જો કોઈ વહીવટી પ્રક્રિયામાં સમય લાગે, તો વિઝા મળવામાં સામાન્ય દિવસોની જેમ જ વિલંબ થઈ શકે છે.

નિયમો અને પાત્રતામાં કોઈ છૂટછાટ નહીં

એક્સ્ટ્રા ફી આપીને વહેલી એપોઇન્ટમેન્ટ લેનારા અરજદારોએ પણ B-1/B-2 વિઝા માટેના તમામ હાલના કાયદાકીય નિયમો અને પાત્રતાના માપદંડો પૂરા કરવા જ પડશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે સાફ કર્યું છે કે વહેલી તારીખ મળવાનો મતલબ એ બિલકુલ નથી કે તમારા વિઝા એપ્રૂવ થવાની શક્યતા વધી જશે. વિઝા આપવો કે ન આપવો તેનો નિર્ણય સંપૂર્ણપણે અરજદારની યોગ્યતા અને ઇન્ટરવ્યૂના આધારે જ લેવામાં આવશે.