VIDEO: ઓમાન નજીક જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ
સોર્સ : gstv
ઓમાનના કિનારા નજીક સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા પનામાના ધ્વજ ધરાવતા કમર્શિયલ જહાજ MT On Peace પર ભીષણ હુમલો થયો છે. આ હુમલામાં જહાજ પર સવાર ૧૧ ભારતીય ક્રૂ મેમ્બર્સ ગંભીર રીતે ઘાયલ થયા છે. વિદેશ મંત્રાલયે આ બનાવની માહિતી આપતા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે જહાજ આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ વ્યૂહાત્મક વિસ્તારમાં પહેલા પણ સુરક્ષા સંબંધિત ચિંતાઓ સામે આવતી રહી છે. હાલ ઘાયલ ભારતીયોને યોગ્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

