Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Sergei Lavrov gave a statement on India-Russia relations at the United Nations General Assembly.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત-રશિયાના સંબંધો પર આપ્યું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત-રશિયાના સંબંધો પર આપ્યું નિવેદન
સોર્સ : GSTV

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લે તેવા સંકેત છે. આ અંગે બંને દેશો વચ્ચે પ્લાનિંગ ચાલી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે યુએનજીએના 80મા સત્રને સંબોધિત કરતા જણાવ્યું હતું  કે, 'રશિયાના પ્રમુખ ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત અંગે ભારત સાથે ચર્ચા ચાલી રહી છે.'

App Store

રશિયાના વિદેશ મંત્રીએ ભારત સાથેના સંબંધો અંગે શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારત-રશિયા સંબંધો વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની નવી દિલ્હી મુલાકાત આ વર્ષે ડિસેમ્બરમાં આયોજન કરવામાં આવી રહી છે. અમારી પાસે ખૂબ જ વ્યાપક દ્વિપક્ષીય એજન્ડા છે, જેમાં વેપાર, લશ્કરી, તકનીકી સહયોગ, એઆઈ, નાણાં, માનવ બાબતો અને આરોગ્યસંભાળનો સમાવેશ થાય છે.'

ભારતના વખાણ કરતા સર્ગેઈ લાવરોવે જણાવ્યું હતુ કે, 'ભારત તુર્કી જેટલું જ આત્મસન્માન ધરાવે છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, રશિયાની મુલાકાત લેશે. હું ભારતની મુલાકાતે આવીશ. અમારી નિયમિત વાતચીત થાય છે.'

રશિયાનું તેલ આયાતના પ્રશ્ન અંગે સેર્ગેઈ લાવરોવે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, રશિયાના તેલ આયાત કરવા બદલ ભારત પર લાદવામાં આવેલા બીજા અમેરિકાના પ્રતિબંધો અંગેના સવાલના જવાબમાં, રશિયન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, 'બંને દેશો વચ્ચેની આર્થિક ભાગીદારી કોઈ જોખમમાં નથી. ભારતીય વડાપ્રધાન અને વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ભારત પોતાના ભાગીદારો પસંદ કરે છે.'