VIDEO: હુથી બળવાખોરોના જોખમ સામે સઉદી અરબે કથિત રીતે ઇઝરાયલ તરફ મીટ માંડી
સોર્સ : gstv
યમનના લાલ સમુદ્ર કિનારે અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર હુથી બળવાખોરોનો કબજો જામ્યા બાદ સઉદી અરબ ગંભીર સંકટમાં મુકાયું છે.... પાકિસ્તાન સહિતના સાથી દેશોએ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા, રિયાધે યુએસ સેન્ટકોમની મધ્યસ્થી દ્વારા ઇઝરાયલ પાસે ગુપ્ત માહિતી સહાય માંગી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અન્ય ગલ્ફ દેશો અને ઇજિપ્ત પાસે પણ મદદની અપીલ કરી છે. આ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે સઉદી અરબ સત્તાવાર રીતે ઇઝરાયલને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપતું નથી, છતાં સુરક્ષા જોખમોને કારણે આ ગુપ્ત વાટાઘાટો થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

