VIDEO: કાલિનિનગ્રાડ મુદ્દે રશિયાની NATOને ચેતવણી
સોર્સ : gstv
રશિયા અને NATO વચ્ચે વધતા તણાવ વચ્ચે મોસ્કોએ કાલિનિનગ્રાડને લઈને NATOને ચેતવણી આપી છે. અહેવાલો મુજબ, રશિયાએ એક અનૌપચારિક રાજદ્વારી દસ્તાવેજ મોકલીને કહ્યું છે કે કાલિનિનગ્રાડને રશિયાના બાકીના વિસ્તારથી અલગ પાડવાનો કોઈ પ્રયાસ થશે તો તે પોતાની તમામ ઉપલબ્ધ લશ્કરી ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે. તેમાં પરમાણુ હથિયારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, રશિયાએ NATO સભ્ય દેશો પર હુમલો કરવાનો કોઈ ઇરાદો ન હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, NATOએ દસ્તાવેજ મળ્યાની પુષ્ટિ કરી છે અને રશિયાની પરમાણુ હથિયારોના ઉપયોગ અંગેની ચેતવણીને બિનજવાબદાર ગણાવી છે.

