VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શોવકત મિર્ઝિયોયેવે તાશકંદમાં કર્યું વૃક્ષારોપણ
સોર્સ : gstv
ઉઝબેકિસ્તાનની મુલાકાતે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શોવકત મિર્ઝિયોયેવે તાશકંદ ખાતે એક ખાસ કાર્યક્રમ દરમિયાન સાથે મળીને છોડ વાવ્યો હતો. બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વૈશ્વિક હરિયાળીના સંદેશ સાથે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે પરસ્પર મિત્રતા અને સહયોગ વધારવા અંગે સકારાત્મક ચર્ચા પણ થઈ હતી. વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે,

