નેપાળમાં પૂર બાદ કિંમતી સામાન અંગે પોલીસની કડક ચેતવણી
સોર્સ : gstv
નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલન બાદ પોલીસે નાગરિકો માટે કડક સૂચના જાહેર કરી છે. પૂરના પાણી કે કાટમાળમાંથી મળતી રોકડ, સોના-ચાંદી કે અન્ય કિંમતી વસ્તુઓ પોતાની પાસે રાખવા, વેચવા કે વહેંચવા ગેરકાયદેસર ગણાશે. આવી વસ્તુઓ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. ધાદિંગ જિલ્લામાં ત્રિશૂલી નદીના કિનારે પૂરમાં તણાઈ આવેલી બેંકની તિજોરીમાંથી રોકડ ચોરીના મામલે 29 લોકોની ધરપકડ બાદ પોલીસે આ ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર કાટમાળમાંથી નોટો શોધતા અને મૃતદેહો પરથી દાગીના લેતા હોવાના વીડિયો સામે આવ્યા બાદ કાનૂની કાર્યવાહી માટે પણ સૂચના આપવામાં આવી છે.

