VIDEO: ભાગવતના નિવેદન પર પિત્રોડાનો પલટવાર : વિચારધારાની સાચી પરીક્ષા તેના અમલમાં હોય છે
સોર્સ : gstv
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ RSS પ્રમુખ મોહન ભાગવતના માનવતાની એકતા વાળા નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે કથની કરતાં કરણી વધુ મહત્વ ધરાવે છે. માત્ર નિવેદન આપવાથી વાત બનતી નથી, પરંતુ કોઈ વિચારની સાચી પરીક્ષા તેના અમલમાં હોય છે. મોહન ભાગવતે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આયોજિત વન વર્લ્ડ વન હ્યુમેનિટી કાર્યક્રમમાં કહ્યું હતું કે, અલગ-અલગ ધર્મ ભલે અલગ રસ્તાઓ પર ચાલતા હોય, પરંતુ માનવતા અને સત્ય એક છે. દરેક માણસની ગરિમા સમાન છે. પિત્રોડાએ કહ્યું કે, ભારતમાં મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી અને બૌદ્ધ સમુદાયના લોકોને પૂછવામાં આવવું જોઈએ કે તેઓ વર્તમાન પરિસ્થિતિને કઈ રીતે જુએ છે. એક તરફ બધાનો સન્માન કરવાની વાત કહેવામાં આવે છે અને બીજી તરફ કોઈની સાથે મારપીટની ઘટનાઓ બને છે. વાતો કરતાં કામ વધુ મહત્વ ધરાવે છે.

