Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : pitiful condition of Sarabjit, who went to Pakistan in search of love, pleads to return

'ન ગરમ કપડાં, ન ખાવાના ઠેકાણા...', પ્રેમની શોધમાં પાકિસ્તાન ગયેલી સરબજીતની દયનીય હાલત, પરત ફરવા લગાવી ગુહાર

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
'ન ગરમ કપડાં, ન ખાવાના ઠેકાણા...', પ્રેમની શોધમાં પાકિસ્તાન ગયેલી સરબજીતની દયનીય હાલત, પરત ફરવા લગાવી ગુહાર
સોર્સ : gstv

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ભાવુક ઓડિયો ક્લિપે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદોમાં અટવાયેલી એક માનવીય કરુણાંતિકાને ફરી જીવંત કરી છે. પંજાબના કપૂરથલાની રહેવાસી સરબજીત કૌર, જે ધાર્મિક યાત્રા માટે પાકિસ્તાન ગઈ હતી અને ત્યાં મુસ્લિમ યુવક સાથે નિકાહ કરી લીધા હતા, તે હવે નરક જેવી જિંદગી જીવવા મજબૂર બની છે. તેના વાયરલ ઓડિયોમાં તે પોતાના પૂર્વ પતિ પાસે ભારત પરત આવવા માટે આજીજી કરી રહી છે.

App Store

તીર્થયાત્રાથી નિકાહ સુધીની સફર

સરબજીત કૌર 4 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે 1,932 સભ્યોના ભારતીય શિખ જથ્થા સાથે પાકિસ્તાન ગઈ હતી. 13 નવેમ્બરે જ્યારે જથ્થો ભારત પરત ફર્યો ત્યારે સરબજીત ગાયબ હતી. પાછળથી જાણવા મળ્યું કે તેણે પાકિસ્તાન પહોંચ્યાના બીજા જ દિવસે શેખૂપુરાના રહેવાસી નાસિર હુસેન સાથે લગ્ન કરી લીધા હતા અને પોતાનું નામ બદલીને 'નૂર' રાખ્યું હતું.

"મારી હાલત ખરાબ છે, મને ખીજાશો નહીં": વાયરલ ઓડિયોની વિગત

વાયરલ ઓડિયોમાં સરબજીત કૌર અત્યંત ભાંગી પડેલી સંભળાય છે. તેણે રડતા રડતા તેના પૂર્વ પતિને વિનંતી કરી છે કે પાકિસ્તાનમાં તેની સાથે સતત ગેરવર્તન અને અત્યાચાર થઈ રહ્યો છે. ભારતથી તે સંપત્તિ છોડીને ગઈ હતી, પાકિસ્તાનમાં તેની પાસે એક રૂપિયો પણ નથી. તેની પાસે પહેરવા માટે ગરમ કપડાં કે જૂતાં પણ નથી. તે કહે છે કે જો તેને ભારત પરત લાવવામાં નહીં આવે, તો તે ઝેર ખાઈને આત્મહત્યા કરી લેશે.

કાયદાકીય ગૂંચવણ: જેલ અને શેલ્ટર હોમ

નિકાહ બાદ સરબજીતની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધી ગઈ. લાહોર હાઈકોર્ટે પોલીસને દંપતીને હેરાન ન કરવા આદેશ આપ્યો હોવા છતાં, પોલીસે નાસિર હુસેનને કસ્ટડીમાં લીધો છે અને સરબજીતને 'દારુલ અમાન' (સરકારી શેલ્ટર હોમ) માં મોકલી દેવામાં આવી છે. પાકિસ્તાની અધિકારીઓ હવે તેને ભારત ડિપોર્ટ (હદપાર) કરવાની તૈયારી કરી રહ્યા છે.

જાસૂસીના આરોપો અને સુરક્ષાનો પ્રશ્ન

આ મામલો માત્ર સામાજિક રહ્યો નથી, પણ રાજકીય અને સુરક્ષાનો વિષય પણ બન્યો છે. પાકિસ્તાનના પૂર્વ ધારાસભ્ય મહિન્દર પાલ સિંહે લાહોર હાઈકોર્ટમાં અરજી કરી છે કે સરબજીત ભારતીય જાસૂસ હોઈ શકે છે. વિઝાની મુદત પૂરી થયા પછી પણ પાકિસ્તાનમાં રહેવું એ ગેરકાયદેસર કૃત્ય હોવાનું જણાવી તપાસની માંગ કરવામાં આવી છે.