Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Petrol, diesel prices reduced by Rs 6 in Pakistan, price hiked for the third time in India

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલમાં 6 રૂપિયાનો ઘટાડો, ભારતમાં ત્રીજી વખત ઝીંકાયો ભાવવધારો

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલમાં 6 રૂપિયાનો ઘટાડો, ભારતમાં ત્રીજી વખત ઝીંકાયો ભાવવધારો
સોર્સ : gstv

ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ અને ક્રૂડ ઓઈલના વૈશ્વિક દબાણ વચ્ચે પડોશી દેશ પાકિસ્તાનથી સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. શુક્રવારે સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 6 રૂપિયા અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં 6.80 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

App Store

પાકિસ્તાનમાં હવે આ નવા ભાવ લાગુ

પાકિસ્તાન સરકારના નવા નોટિફિકેશન અનુસાર પેટ્રોલ ડીઝલમાં  આ ઘટાડા બાદ હવે ત્યાં પેટ્રોલની કિંમત 403.78 રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલની કિંમત 402.78 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલના આ નવા દરો 23 મે એટલે કે આજથી જ લાગુ થઈ ગયા છે. પાકિસ્તાનમાં સતત બીજા અઠવાડિયે કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા ગત અઠવાડિયે પણ ઇંધણના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો હતો.

અગાઉ પાકિસ્તાનમાં ભાવ આસમાને પહોંચ્યા હતા

અત્યારે ભલે કિંમતો ઘટી રહી હોય પરંતુ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો હતો. ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલ સંકટ શરૂ થયા બાદ શરૂઆતમાં 6 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 55 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો હતો. ત્યારબાદ 2 એપ્રિલે પેટ્રોલમાં 43 ટકા અને ડીઝલના ભાવમાં 55 ટકાનો ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદથી પાકિસ્તાન સરકાર દર શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરી રહી છે, જેના કારણે કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

ભારતમાં સ્થિતિ ઉલટી: ત્રણ વાર વધ્યા ભાવ, આજે પણ વધારો

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળાના કારણે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, જોકે આ વધારો પાકિસ્તાન જેટલો મોટો નથી. ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ હપ્તામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 5 રૂપિયા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. શનિવારે પણ ભારતમાં ઇંધણના ભાવ વધારવામાં આવ્યા છે. આજે પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સીએનજી (CNG)ના ભાવમાં પણ 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.