VIDEO: ઈમરાન ખાન પર બોલવા સામે પીસીબીનો પ્રતિબંધ: બ્રૉડકાસ્ટરને મેચ બહિષ્કારની ધમકી નિષ્ફળ
સોર્સ : gstv
પૂર્જાવ ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને મોઈન ખાને જેલમાં બંધ ઈમરાન ખાનના સમર્થનમાં નિવેદનો આપ્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ પર તેમના વિશે વાત ન કરવાના કડક પ્રતિબંધો લાદ્યા છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન ખાનગી ચેનલ પર ઈમરાનના પુત્રોનો ઈન્ટરવ્યુ પ્રસારિત થતાં આ વિવાદ વકર્યો હતો. આ ઇન્ટરવ્યુ માઈકલ એથર્ટન દ્વારા લેવાયો હતો. રિપોર્ટ્સ મુજબ, PCBએ આ પ્રસારણ રોકવા માટે મેચના બહિષ્કાર સુધીની ધમકી આપી હતી, પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને પાકિસ્તાની ખેલાડીઓ નિર્ધારિત સમયે મેદાનમાં રમવા માટે ઉતર્યા હતા.

