Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Big drama in Pakistan, Imran Khan taken to hospital and jailed again within hours

VIDEO: પાકિસ્તાનમાં મોટો ડ્રામા, ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાયા અને ગણતરીના કલાકોમાં ફરી જેલભેગા કરાયા

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના પ્રમુખ ઈમરાન ખાનને અડધી રાતે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અદિયાલા જેલમાંથી ઈસ્લામાબાદની શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં 6 નિષ્ણાત ડૉક્ટરોની ટીમે તેમની સંપૂર્ણ તબીબી તપાસ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તબીબોની ટીમે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના બદલે જેલમાં રાખવા વધુ સુરક્ષિત હોવાનું જણાવી ફરીથી અદિયાલા જેલ મોકલી દીધા હતા. ઈમરાન ખાનને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવ્યો હતો. અદાલતે તેમની કથળતી સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને 2 દિવસની અંદર મેડિકલ તપાસ અને સારવાર માટે શિફા હોસ્પિટલ ખસેડવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે તબીબી તપાસ માટે ખાસ મેડિકલ બોર્ડની રચના કરવા અને તપાસ દરમિયાન તેમના પત્ની ડૉ. ઉઝમા તથા તેમના અંગત ડૉક્ટરને હાજર રહેવાની મંજૂરી આપી હતી. આ સારવારનો તમામ ખર્ચ તેમના પરિવારે ઉઠાવવાનો રહેશે.

App Store