Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistani minister calls Israel 'cancer' and 'curse on humanity', Netanyahu gives warning

પાકિસ્તાની મંત્રીએ ઓક્યું ઝેર : ઈઝરાયલને ગણાવ્યું 'કેન્સર' અને 'માનવતા માટે અભિશાપ', નેતન્યાહૂએ આપી ગંભીર ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાની મંત્રીએ ઓક્યું ઝેર : ઈઝરાયલને ગણાવ્યું 'કેન્સર' અને 'માનવતા માટે અભિશાપ', નેતન્યાહૂએ આપી ગંભીર ચેતવણી
સોર્સ : GSTV

Israel Warns Pakistan : ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી રહેલું પાકિસ્તાન અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. લેબેનોન પર ઈઝરાયલના હુમલા બાદ પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણીએ નવો વિવાદ છેડ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ઈવિરુદ્ધ આવા નિવેદનો સહન કરવામાં આવશે નહીં.

App Store

શું કહ્યું હતું ખ્વાજા આસિફે?

પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈઝરાયલ વિરુદ્ધ ઝેર ઓકતા તેને "માનવતા માટે અભિશાપ" અને "કેન્સર જેવો દેશ" ગણાવ્યો હતો. તેમણે લેબનોનમાં થઈ રહેલા હુમલાઓને 'નરસંહાર' ગણાવતા કહ્યું કે, "જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નિર્દોષ નાગરિકોને મારવામાં આવી રહ્યા છે. જે લોકોએ પેલેસ્ટાઇનની જમીન પર આ દેશ બનાવ્યો છે, તેઓ નર્કમાં બળે."

ઈઝરાયલનો વળતો પ્રહાર

ખ્વાજા આસિફના આ નિવેદન બાદ ઈઝરાયલી પીએમઓ (PMO) એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઈઝરાયલના વિનાશની અપીલ અત્યંત વાંધાજનક છે. પીએમઓએ ઉમેર્યું કે, "કોઈપણ સરકાર આવું નિવેદન સહન કરી શકે નહીં, ખાસ કરીને એવા દેશ તરફથી જે પોતે શાંતિ માટે 'નિષ્પક્ષ મધ્યસ્થી' હોવાનો દાવો કરતું હોય." ઈવિદેશ મંત્રી ગિદઓન સારે આ નિવેદનને યહૂદી વિરોધી ગણાવીને પાકિસ્તાનની આકરી ટીકા કરી છે.

વાટાઘાટો પર જોખમ?

એકબાજુ 11 એપ્રિલે પાકિસ્તાનમાં મહત્વની બેઠક યોજાવાની છે, ત્યારે બીજી તરફ લેબનોનમાં ઇઝરાયલના હુમલામાં 300 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાને ચેતવણી આપી છે કે આ હુમલાઓને કારણે શાંતિ વાટાઘાટોનો કોઈ અર્થ રહેતો નથી. જોકે, નેતન્યાહુએ સંકેત આપ્યા છે કે ઈઝરાયલ લેબનોન સાથે સીધી શાંતિ વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે, પરંતુ સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.