Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: War erupts again in the Middle East! Israel's major action within 24 hours of the ceasefire, what revenge will the enraged Iran take?

VIDEO: મિડલ ઈસ્ટમાં ફરી ભડકો! યુદ્ધવિરામના 24 કલાકમાં જ ઈઝરાયલની મોટી કાર્યવાહી, રોષે ભરાયેલું ઈરાન શું લેશે બદલો?

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

યુદ્ધવિરામની જાહેરાતને 24 કલાક પણ વીત્યા ન હતા હોય ત્યાં ઈઝરાયલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. જેમાં સેંકડો લોકોના મોત થયા છે. ઈઝરાયલના હુમલાએ યુદ્ધવિરામને જોખમમાં મૂકી દીધું છે. ઈરાન પણ ઈઝરાયલના હુમલાથી રોષે ભરાયુ છે.

App Store

મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામની જાહેરાત થયાને 24 કલાકથી પણ ઓછો સમય વીત્યો હતો ત્યારે ઈઝરાયલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો શરૂ કર્યો છે. ઈઝરાયલી વાયુસેનાએ 100થી વધુ લક્ષ્યોને નિશાન બનાવતા લેબનોનના બેઈરુત, દક્ષિણ લેબનોન અને બેકા વેલીમાં તીવ્ર હવાઈ હુમલા કર્યા.લેબનોનના અધિકારીઓ અનુસારઆ હુમલામાં કુલ 254 લોકોના મોત થયા છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે.

બેઈરુતના વ્યાપારી અને રહેણાક વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું છે.ઈઝરાયલે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધવિરામમાં લેબનોન સામેના તેના હુમલાઓનો સમાવેશ થતો નથી. વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે હિઝબોલ્લાહ સામેની કાર્યવાહી ચાલુ રહેશે. જો કે પાકિસ્તાન અને ઈરાનના જણાવ્યા મુજબ યુદ્ધવિરામમાં લેબનોનનો પણ સમાવેશ થવો જોઈએ.

આ હુમલાએ  યુદ્ધવિરામથી ઉભી થયેલી શાંતિની આશાને જોખમમાં મૂકી દીધી છે. લેબનોનમાં વ્યાપક વિનાશ અને મોટા પાયે માનવીય સંકટ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને પક્ષોને સંયમ દાખવવાની અપીલ કરી છે.પરંતુ ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે તે લેબનોન સામેની કાર્યવાહી બંધ કરશે નહીં.આ ઘટનાએ સમગ્ર મધ્ય પૂર્વમાં તનાવ વધાર્યો છે અને યુદ્ધવિરામની ટકી રહેવાની ક્ષમતા પર સવાલો ઊભા કર્યા છે.