Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan news: Shocking report on religious places of minorities in Pakistan released, know what came to light?

Pakistan news: પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થાનો અંગેનો આંચકાજનક અહેવાલ રજૂ, જાણો શું સામે આવ્યું? 

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Pakistan news: પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થાનો અંગેનો આંચકાજનક અહેવાલ રજૂ, જાણો શું સામે આવ્યું? 
સોર્સ : GSTV

Pakistan news:  પાકિસ્તાન પાર્લામેન્ટરી કમિટી ઓન માઈનોરિટી કોક્સ દ્વારા તાજેતરમાં એક આંચકાજનક અહેવાલ રજૂ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે દેશમાં 1947માં 1817 હિન્દુ મંદિરો અને ગુરૂદ્વારાઓ હતાં. તેમાંથી અત્યારે માત્ર 37 બચ્યા છે. આ સાથે તે અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાંથી હિન્દુઓ અને શિખોની સંખ્યા સતત ઘટતી રહી છે. બીજી તરફ તે સમયથી જર્જરિત થઈ ગયેલા મંદિરો કે ગુરૂદ્વારાઓના સમારકામ પ્રત્યે પણ સંપૂર્ણ દુર્લક્ષ સેવે છે. તેથી તત્કાળ બંધારણીય અને કાનૂની સુધારા કરવા અનિવાર્ય છે.

App Store

આ સમિતિની સેશનના પહેલા જ દિવસે તે સેશન બોલાવનાર સેનેટર દાનેશ કુમારે કહ્યું હતું કે આ સમિતિએ ખરા અર્થમાં તે મંદિરો અને ગુરૂદ્વારાઓના રક્ષણ માટે પગલા લેવા જોઈએ. પાકિસ્તાનમાં લઘુમતિઓના સંવૈધાનિક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. તેઓને સંવૈધાનિક રીતે જ ન્યાય મેળવવાનો અને સમાનતાનો અધિકાર છે જ.

જયારે લઘુમતિઓ સમિતિના સભ્ય ડૉ. રમેશ કુમાર વાંકવાણીએ ઈવેકયુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)ની નિષ્ફળતાઓ દર્શાવતાં કહ્યું હતું કે મંદિરો અને ગુરુદ્વારાઓનાં સમારકામ તથા તેની સારી વ્યવસ્થા અનિવાર્ય છે. પરંતુ તેનું અધ્યક્ષપદ કોઈ બિન મુસ્લિમને આપવું જોઈએ.