Gandhinagar news: આખરે શિક્ષણ વિભાગે ભૂલ સુધારી, ધૂળેટીને બદલે હવેથી આ તારીખે ધો.10-12 બોર્ડની પરીક્ષા લેવાશે

સોર્સ : GSTV
Gandhinagar news: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યુ હતું. જેમાં 4 માર્ચના રોજ ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતા વાલી-વિદ્યાર્થી મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે.



