Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Over 20,000 Indian sailors stranded in Strait of Hormuz amid tensions: NUSI expresses concern

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વચ્ચે ફસાયા 20,000થી વધુ ભારતીય નાવિકો; NUSIએ વ્યક્ત કરી ચિંતા

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વચ્ચે ફસાયા 20,000થી વધુ ભારતીય નાવિકો; NUSIએ વ્યક્ત કરી ચિંતા
સોર્સ : GSTV

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય નાવિકો પર જોવા મળી રહી છે. દેશના સૌથી જૂના મેરીટાઇમ યુનિયન નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઈન્ડિયા (NUSI) એ ચિંતા વ્યક્ત કરી છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં 20,000 થી વધુ ભારતીય નાવિકો જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે.

App Store

ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ

NUSI ના જણાવ્યા અનુસાર, જો આ સંઘર્ષ વધુ વકરશે તો જહાજો અધવચ્ચે અટવાઈ શકે છે. આવી સ્થિતિમાં ક્રૂ મેમ્બર્સ પાસે ખોરાક અને દવાઓની તંગી સર્જાઈ શકે છે. મિસાઈલ અને ડ્રોન હુમલાનું જોખમ સતત તોળાઈ રહ્યું છે. સામાન્ય દરિયાઈ મુસાફરી હવે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.

પરિવારોમાં ચિંતા શું મારા સગા સલામત પાછા આવશે?

NUSI ના જનરલ સેક્રેટરી મિલિંદ કંદલગાંવકરે જણાવ્યું હતું કે, નાવિકોના પરિવારોમાં ગભરાટ ફેલાયો છે. દરરોજ સેંકડો ફોન કોલ્સ આવી રહ્યા છે. જેમાં સ્વજનોની સલામતી અંગે પૃચ્છા કરવામાં આવે છે. આ નાવિકો સૈનિકો નથી પણ સામાન્ય નાગરિકો છે, જે વૈશ્વિક વેપારને ચાલુ રાખવા માટે પોતાની સુરક્ષા સાથે બાંધછોડ કરી રહ્યા છે. NUSI એ ભારત સરકારને આ મુદ્દાને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણીને તાત્કાલિક અસરથી ઇવેક્યુએશન પ્રોટોકોલ (બચાવ કામગીરી) અમલી બનાવવા વિનંતી કરી છે.

શા માટે આ સ્થિતિ ગંભીર છે?

મોટાભાગના ભારતીય નાવિકો વિદેશી ધ્વજ ધરાવતા જહાજો પર કામ કરે છે, જેના કારણે જવાબદારી વીમા કંપનીઓ અને વિવિધ દેશો વચ્ચે વહેંચાયેલી હોય છે. જહાજોના શિડ્યુલ અને સુરક્ષા એલર્ટના આધારે ક્રૂ મેમ્બર્સની સ્થિતિ સતત બદલાતી રહે છે. આ નાવિકો ભારતના આર્થિક હિતો અને વૈશ્વિક સપ્લાય ચેઈનને જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.