VIDEO: Oracle કરશે 10,000 કર્મચારીઓની હકાલપટ્ટી, ભારતીયો પર પણ અસર!
દિગ્ગજ ટૅક્નોલૉજી કંપની ઓરેકલમાં ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. અહેવાલો મુજબ, કંપની પોતાના વૈશ્વિક વર્કફોર્સમાંથી આશરે 7 હજારથી 10 હજાર જેટલી નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે. કંપની પોતાના ખર્ચમાં કાપ મૂકવા માટે તમામ ટીમોને સૂચના આપી રહી છે, જેના કારણે કોઈ એક ચોક્કસ વિભાગને બદલે અલગ-અલગ ડિપાર્ટમેન્ટ્સમાં નોકરીઓ પર અસર પડી શકે છે. આ સંભવિત છટણીની સૌથી વધુ અસર ભારતમાં રહેલા ઓરેકલના કર્મચારીઓ પર પડી શકે છે. ઓરેકલ માટે ભારત એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં એન્જિનિયરિંગ, ક્લાઉડ સર્વિસ, ટૅક્નોલૉજી અને સપોર્ટ ક્ષેત્રે મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. જોકે, ભારતમાં કેટલા લોકોને અસર થશે તેનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં જ કંપની આ અંગે નિર્ણય જાહેર કરી શકે છે.

