VIDEO: થાઇલેન્ડમાં સેક્સ વર્કરો અને વેશ્યાવૃત્તિ નેટવર્ક સામે કાર્યવાહી ,પાંચ હજાર અમેરિકન સૈનિકોના આગમન પહેલા દરોડા
થાઇલેન્ડના પટાયામાં અધિકારીઓ સેક્સ વર્કરો અને વેશ્યાવૃત્તિ નેટવર્ક સામે શહેરભરમાં કાર્યવાહી કરી રહ્યા છે. આ કાર્યવાહી અમેરિકાના નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકના આવતા પહેલા કરવામાં આવી રહી છે. મધ્યપૂર્વમાં ઇરાન સામેના ઓપરેશનના મહિનાઆ સુધી ચાલેલા ઓપરેશનમાં મદદ કરવા લગભગ પાંચ હજાર અમેરિકન સૈનિક બેથી છ સપ્ટેમ્બર વચ્ચે પટાયા પહોંચશે. થાઇલેન્ડનું પટાયા શહેર બેંગકોકથી લગભગ ૧૫૦ કિ.મી. દૂર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. આ શહેર પોતાના દરિયાકિનારે, નાઇટલાઇફ, મનોરંજન, પ્રવાસન અને ક્લબ માટે પ્રસિદ્ધ છે. અહીં આખા વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે. શહેરની વોકિંગ સ્ટ્રીટ અને તેની આસપાસ મનોરંજન ક્ષેત્ર ખૂબ લોકપ્રિય છે.
થાઈલેન્ડમાં વેશ્યાવૃત્તિ આપણા જેવી દારુબંધી જેવી જ છે.અહીં જાહેરમાં ગ્રાહકો બોલાવવા, વેશ્યાલય ચલાવવા અને સેક્સ વર્કથી કમાણી કરવા જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવા માટેનો કાયદો પણ છે, પરંતુ તે બધુ કાગળ પર છે. સરકાર તો પણ આ બધુ ચલાવી લે છે, કારણ કે તેને તેનાથી કમાણી થાય છે.
અમેરિકાની એફબીઆઈએ થાઇલેન્ડના પટાયા શહેરને વિશ્વના પ્રમુખ સેક્સ ટુરિઝમ ડેસ્ટિનેશનમાંથી એક ગણાવ્યું હતું. આમ છતાં થાઇલેન્ડના પ્રસારમાધ્યમોના સમાચાર મુજબ થાઇલેન્ડના અધિકારીઓએ યુએસએસ અબ્રાહમ લિંકન આવતા પહેલા વેશ્યાવૃત્તિના નેટવર્કની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીમાં આખા શહેરની વેશ્યાઓ સહિત ૫૦ની ધરપકડ કરવામાં આવી છે.આશ્ચર્યની વાત એ છે કે થાઇલેન્ડનું આ પટાયા શહેર આજથી ૫૧ વર્ષ પહેલા આ રીતે અમેરિકન સૈનિકોના આગમનના લીધે જ વિકસ્યુ હતુ. વિયેતનામ વોર વખતે અમેરિકન સૈનિકો જતા અને આવતા વિરામ લેવા તે સમયે પટાયા નામના ગામ પાસે રોકાતા હતા જે આજે શહેર બની ગયું છે.
આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે પટાયામાં કારોબારીઓને આશા છે કે પાંચ હજાર અમેરિકન સૈનિકોનું આગમન થતાં ત્યાં સુસ્ત પડેલા ટુરિઝમ ઇકોનોમીમાં પ્રાણ ફૂંકાશે. ૨૮મી ફેબુ્રઆરીના રોજ મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી થાઇલેન્ડની ટુરિઝમ આધારિત ઇકોનોમી પર વિપરીત અસર પડી છે. પટાયા પોલીસ સેક્સ વર્કર્સ સામે કાર્યવાહી કરી રહી છે. આ લિંકન જહાજ પટાયા નજીક ચાબાંગ બંદરે રોકાવવાનું છે. તેનાથી તેના પાંચ હજાર ખલાસીઓ અને ક્રૂને થોડો સમય જમીન પર વીતાવવાની તક મળશે. દરેક અમેરિકન સૈનિક રોજના ૧૦૦ ડોલર પણ ખર્ચે તો થાઇલેન્ડને ત્રણથી સાડા ત્રણ હજાર બાહટની આવક થાય તેમ છે.

