VIDEO: હવે Appleમાં પણ કર્મચારીઓ છટણીનો શિકાર, સોફ્ટવેર ટીમમાંથી 200 એન્જિનિયરને હાંકી કાઢ્યા
સોર્સ : gstv
ટેક જાયન્ટ એપલ દ્વારા પોતાના કર્મચારીઓ અંગે એક મોટો અને કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ હાર્ડવેર પરથી પોતાનું ધ્યાન હટાવીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ફોકસ કરવા માટે 200 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણીમાં મુખ્યત્વે સિરી ડિજિટલ આસિસ્ટન્ટ અને વિઝન પ્રો હેડસેટ સાથે જોડાયેલી ટીમોને સૌથી વધુ અસર થઈ છે. કંપનીએ ગેમિંગ પર ફોકસ્ડ વિઝન પ્રો ટીમને મોટા ભાગે બંધ કરી દીધી છે. એકંદરે કંપનીએ 200 લોકોની છટણી કરી છે, જેમાં વિઝન પ્રો ઓર્ગેનાઈઝેશનમાંથી 100 અને સિરી તેમજ અન્ય સોફ્ટવેર ટીમોમાંથી 100 જેટલા લોકોને હટાવવામાં આવ્યા છે.

