Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : After Pakistan-Turkey, now this neighboring country will also join hands

VIDEO: પાકિસ્તાન-તુર્કીયે બાદ હવે આ પડોશી દેશ પણ હાથ મિલાવે તેવા સંકેત

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શેખ હસીનાએ નવી દિલ્હીમાં આશરો લીધા બાદથી ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે. આ જ સમયગાળામાં બાંગ્લાદેશ હવે પાકિસ્તાન અને ચીન સાથે પોતાના સંબંધો વધુ મજબૂત કરી રહ્યું છે. હવે ઢાકા તરફથી 'ઇસ્લામિક નાટો'માં સામેલ થવાના સંકેતો આપવામાં આવ્યા છે, જે ભારતીય કૂટનીતિ અને દક્ષિણ એશિયાની સુરક્ષા માટે નવી ચિંતાનો વિષય બની શકે છે. બાંગ્લાદેશે તાજેતરમાં એવો ઈશારો આપ્યો હતો કે, તે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે થયેલા નવા સંરક્ષણ કરારમાં સામેલ થવાના પોતાના વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગને લઈને બંને દેશો વચ્ચે તણાવ છે. વડાપ્રધાન તારિક રહેમાનના સલાહકાર તરફથી આવેલું આ નિવેદન ભારતનું ટેન્શન નિશ્ચિતપણે વધારી શકે છે.

App Store