Economics Nobel 2025: અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જાહેર, 3 અર્થશાસ્ત્રીઓનું સંયુક્ત સન્માન

અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે Economics Nobel 2025 નો પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ એગિઓન અને પીટર હોવિટને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર Innovation-Driven Economic Growth ( નવિનતાસભર આર્થિક વિકાસની વિભાવના) પરના તેમના કાર્ય માટે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે.
ગયા વર્ષે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર ડેરોન એસેમોગ્લુ, સિમોન જોહ્ન્સન અને જેમ્સ એ. રોબિન્સનને એનાયત કરવામાં આવ્યો હતો.
વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા અને લોકશાહી કાર્યકર્તા મારિયા કોરિના મચાડો 2025ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા બન્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારો અને માનવ અધિકારો માટેના અથાક સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે.
વર્ષ 2025 માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મેરી ઇ. બ્રુન્કો, ફ્રેડ રેમ્સડેલ અને શિમોન સાકાગુચીને "પેરિફેરલ રોગપ્રતિકારક સહિષ્ણુતા સંબંધિત તેમની શોધો માટે" એનાયત કરવામાં આવશે.
સ્વીડનની સ્વીડિશ એકેડમીએ સાહિત્યના નોબેલની જાહેરાત કરી છે. હંગેરીના લેખક લાસ્જલો ક્રાસ્નાહોરકાઇને સાહિત્યનો નોબેલ મળ્યો છે.હંગેરીના લેખક લાસ્જલો ક્રાસ્નાહોરકાઇ ડીપ થિકિંગની ઉદાસ વાર્તા લખે છે, તેમનું પુસ્તક 'સેન્ટાનટેન્ગો' અને 'ધ મેલાંકલી ઓફ રેસિસ્ટન્સ' પર ફિલ્મો પણ બની ચુકી છે.
ભૌતિકશાસ્ત્રમાં 2025નો નોબેલ પુરસ્કાર જોન ક્લાર્ક, મિશેલ એચ ડેવોરેટ અને જ્હોન એમ માર્ટિનિસને આપવાની જાહેરાત કરાઈ છે. ઇલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને એનર્જી ક્વોન્ટિસેશન શોધ બદલ તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.
આ વર્ષે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કારનો જાપાન,અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને મળ્યો છે. આ વર્ષે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર સુસુમુ કિતાગાવા (જાપાન), રિચર્ડ રોબસન (ઓસ્ટ્રેલિયા) અને ઉમર એમ.યાઘી (અમેરિકા)ને મળ્યો છે. સ્વીડનની રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સિઝે તેની જાહેરાત કરી છે.

