હંગેરીના લેખક લાસ્જલો ક્રાસ્નાહોરકાઇને સાહિત્યનો નોબેલ; ભારતીય મૂળના સલમાન રશ્દી ચુક્યા

સોર્સ : X
સ્વીડનની સ્વીડિશ એકેડમીએ સાહિત્યના નોબેલની જાહેરાત કરી છે. હંગેરીના લેખક લાસ્જલો ક્રાસ્નાહોરકાઇને સાહિત્યનો નોબેલ મળ્યો છે.
કોણ છે હંગેરીના લેખક જેમણે નોબેલ મળ્યો?
હંગેરીના લેખક લાસ્જલો ક્રાસ્નાહોરકાઇ ડીપ થિકિંગની ઉદાસ વાર્તા લખે છે, તેમનું પુસ્તક 'સેન્ટાનટેન્ગો' અને 'ધ મેલાંકલી ઓફ રેસિસ્ટન્સ' પર ફિલ્મો પણ બની ચુકી છે.
વિજેતાને 11 મિલિયન સ્વીડિશ ક્રોના (10.3 કરોડ રૂપિયા), સોનાનો મેડલ અને સર્ટિફિકેટ મળશે. એવોર્ડ 10 ડિસેમ્બરે સ્ટોકહોમમાં આપવામાં આવશે. ભારતીય મૂળના સલમાન રશ્દી પણ આ વખતે નોબેલની રેસમાં હતા.
નોબેલ પુરસ્કારનો કાર્યક્રમ
મેડિસિન 6 ઓક્ટોબર
ફિઝિક્સ 7 ઓક્ટોબર
કેમિસ્ટ્રી 8 ઓક્ટોબર
લિટરેચર 9 ઓક્ટોબર
પીસ 10 ઓક્ટોબર
ઇકોનોમી 13 ઓક્ટોબર

