VIDEO: ફ્લાયદુબઈ ઘટના પર નેતન્યાહૂનું કડક નિવેદન
સોર્સ : gstv
ફ્લાયદુબઈ કોકપિટ ઘટનાને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કડક નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ કહ્યું કે તપાસમાં સહ-પાયલટ કથિત રીતે ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હોવાની માહિતી સામે આવી છે. તેમના જણાવ્યા મુજબ, વિમાનને ક્રેશ કરવાના પ્રયાસની પણ તપાસ થઈ રહી છે. નેતન્યાહૂએ કહ્યું કે ભારતીય પાયલટ સ્મિત મચ્છર અને અન્ય મુસાફરોની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી હતી. સાથે જ તેમણે તપાસકર્તાઓને ઘટનાના મૂળ સુધી પહોંચવા અને કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે શોધવા સૂચના આપી છે. જોકે, ઘટનાનો ચોક્કસ હેતુ અને પાછળ કોઈ અન્યનું કાવતરું હતું કે નહીં તેની તપાસ હજુ ચાલુ છે.

