Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Nepal floods: Countries including India, US come to help

VIDEO: નેપાળ જળપ્રલાયઃ ભારત, અમેરિકા સહિતના દેશો આવ્યા મદદે

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 734 લોકોના મોત થયા છે અને આશરે 3 હજાર લોકો હજુ લાપતા છે. બચાવ ટીમો કાટમાળ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, જ્યારે અત્યાર સુધીમાં 4,451 લોકોને બચાવી લેવાયા છે. દરમિયાન ભારત સહિત અનેક દેશોએ નેપાળ માટે આર્થિક અને માનવતાવાદી મદદ જાહેર કરી છે.  અમેરિકાએ 36 લાખ ડોલરની રાહત સામગ્રી મોકલી. નેપાળમાં વિનાશક પૂરથી થયેલું નુકસાન અબજો ડોલર સુધી પહોંચી શકે છે, એવું વિદેશ મંત્રી શિશિર ખનાલે જણાવ્યું છે. જોકે, હાલ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવું વહેલું હોવાનું પણ તેમણે કહ્યું છે. સરકાર હવે નુકસાન અને પુનર્વસનનો વિગતવાર અંદાજ તૈયાર કરી રહી છે. યુનિસેફના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 17 હજાર બાળકોને તાત્કાલિક માનવતાવાદી મદદની જરૂર છે. રેડ ક્રોસના અંદાજ મુજબ આ આપત્તિથી ઓછામાં ઓછા 93 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે અને રાહત કામગીરી છતાં જરૂરિયાતો હજુ પણ મોટા પાયે યથાવત છે.

App Store