Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : More than 28,000 truck drivers who cannot speak English have their licenses revoked in America, a blow to Indians

VIDEO: અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28000 થી વધુ ટ્રક ડ્રાઇવરના લાયસન્સ રદ, ભારતીયોને ઝટકો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે બિન-અમેરિકન અને અપ્રવાસી ટ્રક ડ્રાઇવરો સામે મોટું અને કડક પગલું ભર્યું છે. વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અમેરિકામાં 28 હજારથી વધુ અપ્રવાસી ટ્રક ડ્રાઇવરોના કોમર્શિયલ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. આ ડ્રાઇવરોની જગ્યાએ હવે અમેરિકન સેનાના નિવૃત્ત જવાનોને ટ્રક ડ્રાઇવિંગના ક્ષેત્રમાં લાવવા માટે સરકારે એક ખાસ કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આ સિવાય, રાજ્યો સાથે મળીને અપ્રવાસી ડ્રાઇવરોને મદદ કરતી 9 હજાર 500 જેટલી ડ્રાઇવિંગ સ્કૂલોને પણ બંધ કરી દેવામાં આવી છે. અમેરિકામાં અપ્રવાસી ટ્રક ડ્રાઇવરો સામે આ કડક કાર્યવાહી ઓગસ્ટ 2025માં ફ્લોરિડામાં થયેલા એક ભીષણ અકસ્માત બાદ શરૂ થઈ હતી. ફ્લોરિડામાં એક ભારતીય ટ્રક ડ્રાઇવરે ગેરકાયદેસર રીતે યુ-ટર્ન લેતાં સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા.

App Store