VIDEO: મોક તોફાન હવાઈ તરફ આગળ વધ્યું, 15 ઈંચ સુધી વરસાદ પડી શકે
સોર્સ : gstv
વાવાઝોડું મોક ૧૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં હવાઈ ટાપુઓ તરફ આગળ ધસી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે ૪૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં તે નબળું પડી શકે છે. આ વાવાઝોડાના કારણે હવાઈના મોટા ટાપુ પર ૫ થી ૧૦ ઇંચ અને મહત્તમ ૧૫ ઇંચ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થવાનું જોખમ વધ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

