Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Middle East tensions at peak; 50 thousand US soldiers on high alert

VIDEO: મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ; 50 હજાર અમેરિકી સૈનિકો હાઈએલર્ટ પર, જાણો ટ્રમ્પનો પ્લાન

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પૂર્વમાં તણાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જૉર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર થયેલા હુમલામાં 2 જવાનોના મોત બાદ અમેરિકાએ મોટી જવાબી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકન સેનાએ ઈરાન વિરૂદ્ધ સતત 8મી રાત્રે પણ ભીષણ બોમ્બમારો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર અને મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સાઈટોને ભારે નુકસાન થયું છે.

App Store

લશ્કરી દળો અને એર પાવર એલર્ટ પર

સુરક્ષા નિષ્ણાતોના મતે અમેરિકા હવે મોટા પાયે સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, આ વિસ્તારમાં તૈનાત 50,000થી વધુ અમેરિકન સૈનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૈન્ય ક્ષમતા મજબૂત કરવા માટે જર્મનીથી F-16 અને બ્રિટનથી અત્યાધુનિક F-35 સ્ટેલ્થ ફાઈટર જેટ્સ ઈઝરાયેલ અને અન્ય મિત્ર દેશોના સૈન્ય બેઝ પર મોકલવામાં આવી રહ્યા છે.

અમેરિકન નાગરિકો માટે વૈશ્વિક એડવાઈઝરી

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે દુનિયાભરમાં રહેતા પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. એડવાઈઝરીમાં ચેતવણી અપાઈ છે કે ઈરાન સમર્થિત આતંકી જૂથો મિડિલ ઈસ્ટ સિવાય વિશ્વના અન્ય ભાગોમાં પણ અમેરિકન દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવી શકે છે. નાગરિકોને બિનજરૂરી પ્રવાસો ટાળવા અને સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં રહેવા જણાવાયું છે.

ઈઝરાયેલ વળતા હુમલા માટે તૈયાર

ઈઝરાયેલ પણ આ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલી સૈન્ય અધિકારીઓએ સંકેત આપ્યા છે કે જો ઈરાન સીધો હુમલો કરશે, તો તેમની વાયુસેના તેહરાન સહિત ઈરાનના આંતરિક વિસ્તારોમાં ભારે હુમલા કરશે. આ હુમલામાં ઈરાનના પરમાણુ મથકો અને મિસાઈલ ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. જો કે, હાલમાં અમેરિકાએ ઈઝરાયેલને આ યુદ્ધથી અલગ રહેવાની સલાહ આપી છે.

ટ્રમ્પ પ્રશાસનની 'મેક્સિમમ પ્રેશર' નીતિ

નિષ્ણાતોના મતે, આ તમામ પગલાં ટ્રમ્પ પ્રશાસનની 'મેક્સિમમ પ્રેશર' એટલે કે મહત્તમ દબાણ લાવવાની નીતિનો એક ભાગ છે. તેનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય તાકાત નબળી કરવાનો અને ઈઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જો કે, અત્યારે સ્થિતિ ખૂબ જ નાજુક છે અને અમેરિકાનું એક પણ મોટું પગલું આખા મિડલ ઈસ્ટને ભયાનક યુદ્ધની આગમાં ધકેલી શકે છે.