VIDEO: મેહુલ ચોક્સીએ ભારત સરકાર અને હંગેરિયન મહિલા બાર્બરા જારાબિક સામે લંડન હાઈકોર્ટમાં નોંધાવેલો કેસ પાછો ખેંચી લીધો
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીએ ભારત સરકાર અને હંગેરિયન મહિલા બાર્બરા જારાબિક સામે લંડન હાઈકોર્ટમાં નોંધાવેલો કેસ પાછો ખેંચી લીધો છે. ચોક્સીએ આક્ષેપ કર્યો હતો કે 23 મે 2021ના રોજ એન્ટિગુઆમાં હનીટ્રેપની યોજના હેઠળ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે ડોમિનિકા થઈને ભારત લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ બદલ તેણે વળતર તરીકે કરોડો પાઉન્ડનો દાવો કર્યો હતો. પંજાબ નેશનલ બેંકના 1.3 અબજ પાઉન્ડના કૌભાંડનો આરોપી ચોક્સી હાલ એન્ટવર્પની જેલમાં બંધ છે, જ્યાં તે ભારત પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરી રહ્યો છે.સુનાવણી દરમિયાન જસ્ટિસ મેન્સફીલ્ડે પૂરાવા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ચોક્સીના દાવાઓનું સમર્થન કરતો કોઈ પ્રત્યક્ષ સાક્ષી નથી અને મોટાભાગના પુરાવાઓ સાંભળેલી વાતો પર આધારિત છે. આખરે પુરાવાની અછતને કારણે ચોક્સીને આ કેસ પાછો ખેંચવાની ફરજ પડી હતી.

