Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Meeting begins between PM Modi and Xi Jinping,

PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત શરૂ, દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2025
લાઇવ ટીવીGoogle News
PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત શરૂ, દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ચર્ચા
સોર્સ : google

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પછી શનિવારે ચીન પહોંચ્યા. અહીં તેઓ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપશે.

App Store

પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત શરૂ થઇ છે. બંને વચ્ચે ટેરિફ અને દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ચર્ચા થશે.  આ બેઠક યિંગબિન હોટેલમાં ચાલી રહી છે જે લગભગ 40 મિનિટ સુધી ચાલશે.

સામાન્ય રીતે, બહુપક્ષીય પરિષદમાં યજમાન દેશ સાથે દ્વિપક્ષીય બેઠક થવી અસામાન્ય નથી, પરંતુ મોદી-શીની બેઠકને ખાસ માનવામાં આવે છે કારણ કે તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. 1 સપ્ટેમ્બરના રોજ, પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે.