VIDEO: યુરોપના શક્તિશાળી દેશમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત, 9માંથી 1 પંપ પર ઈંધણ ખૂટ્યું
સોર્સ : gstv
મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદ બાબ અલ મંદેબમાંથી પણ ઓઈલનો સપ્લાય ખોરવાતા હવે દુનિયાભરમાં તેની અસર દેખાવા લાગી છે. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર આકાશ આંબી રહ્યા છે ત્યાં અમેરિકામાં ડીઝલના ભાવ મોંઘા થઇ ગયા છે. આ સૌની વચ્ચે યુરોપના શક્તિશાળી દેશમાં ઈંધણની ભારે અછત વર્તાઈ રહ્યાના અહેવાલ સામે આવ્યા છે. યુરોપના ફ્રાન્સમાં ઈંધણ સંકટ ઘેરાયું છે. એવી હાલત છે કે દેશના દર 9માંથી 1 પેટ્રોલ પંપ પર હવે પેટ્રોલ-ડીઝલનો સ્ટૉક ખૂટી ગયો છે. ઈંધણના સપ્લાયમાં ગરબડ થવાને કારણે પ્રજા પર મોંઘવારીનો બોજો આવી ગયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશ આંબવા લાગી છે. ખાસ કરીને ડીઝલની કિંમત પ્રતિ લીટર 2.39 યુરોને વટાવી ગઇ છે. લગભગ રાષ્ટ્રીય સ્તરે ઈંધણની કિંમતોએ પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે.

