Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : European countries will not rely on America for security

યુરોપના દેશો સુરક્ષા માટે અમેરિકાના ભરોસે નહી રહે, પોતાનું 'યુરોપીયન નાટો' બનાવે તેવી શક્યતા

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
યુરોપના દેશો સુરક્ષા માટે અમેરિકાના ભરોસે નહી રહે, પોતાનું 'યુરોપીયન નાટો' બનાવે તેવી શક્યતા
સોર્સ : GSTV

મધ્ય પૂર્વમાં ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે 40 દિવસના યુદ્ધ તેમજ  યુધ્ધવિરામ પછીના તણાવના પગલે યુરોપીય દેશો નવું સંરક્ષણ માળખું તૈયાર કરી રહયા છે, જે અનૌપચારિક રીતે નાટો જેવું હશે, જેને યુરોપીયન નાટો પણ કહી શકાય તેવું હશે. ઇરાન યુધ્ધમાં ખાસ કરીને હોર્મુઝની ખાડીમાંથી ઇરાનનું વર્ચસ્વ ખતમ કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની અપીલ છતાં નાટો દેશો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગનાઇઝેશન)એ તૈયારી બતાવી ન હતી. મિલિટરી સંગઠન નાટોમાં અમેરિકાનું ખૂબ મોટું યોગદાન હોવા છતાં નાટો દેશોએ મોં ફેરવી લેતા ટ્રમ્પે નાટોમાંથી નિકળી જવાની પણ ધમકી આપી હતી.

App Store

અમેરિકાએ નાટો દેશોને જોઇ લેવાની ચીમકી ઉચ્ચારી પરંતુ યુરોપીયન દેશો અમેરિકા વગરના નાટો પ્રકારના સંગઠન વિશે ગંભીરતાથી વિચારી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુરોપીયન દેશોનું માનવું છે કે હોર્મુઝ દરિયાઇ રુટ પર યુધ્ધ પૂર્ણ થયા પછી પણ મજબૂત સુરક્ષા હોવી આવશ્યક છે.

આ મામલે બ્રિટન અને ફ્રાંસ ખૂબ જ ગંભીર છે. બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્યૂનલ મેકો આ સપ્તાહમાં 40થી વધુ દેશોની એક બેઠક બોલાવી રહયા છે જેમાં નવી સુરક્ષાનીતિ પર ચર્ચા થશે. આ પ્રસ્તાવ હેઠળ જ એક બહુરાષ્ટ્રીય સુરક્ષા સંગઠન રચાશે જે જહાજોની સુરક્ષા, દરિયાઇ સુરંગો દૂર કરવા પ્રયાસ કરશે. યુધ્ધમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા, દરિયામાં બિછાવાયેલી સુરંગોને દૂર કરવી અને ભવિષ્યમાં જહાજો સુરક્ષિત રીતે પસાર થાય તે માટે એસ્કોર્ટ સિસ્ટમ તૈયાર કરવી વગેરે મહત્વની કામગીરી કરશે.

આ નવી વ્યવસ્થા અમેરિકી નેતૃત્વ હેઠળ નહી પરંતુ યુરોપીય કમાંડ ચલાવશે. આ પગલું માત્ર સુરક્ષા પુરતું જ સીમિત નથી પરંતુ તેની પાછળ એક રાજનીતિક મેસેજ પણ છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી યુરોપીયન દેશો સાથેના સંબંધો વણસ્યા છે. ટેરિફ મુદ્દે યુરોપ પર ટ્રમ્પ પ્રશાસને ચાબૂક ફટકારતા સંબંધો તંગ હતા. ઇરાન યુધ્ધમાં મતભેદો ઉભરીને સપાટી પર આવ્યા છે. તેઓ અમેરિકાના સૈન્ય અભિયાન અથવા તો નાકાબંધી જેવી રણનીતિને સમર્થન આપતા નથી. યુરોપ હવે આત્મનિર્ભર સુરક્ષાની દિશામાં આગળ વધી રહયું છે. ફ્રાંસ અને બ્રિટન ઉપરાંત જર્મની પણ નારાજ છે. જર્મની પણ જોડાય તો માઇન કલીયરિંગ ક્ષમતાનો મજબૂત લાભ નવા સંગઠનને મળી શકે છે.