Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Massive drone attack by Ukraine in Russia, warehouse burned down

VIDEO: રશિયામાં યુક્રેનનો પ્રચંડ ડ્રોન હુમલો, વેરહાઉસ બળીને ખાક

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યુક્રેનનાં ડ્રોન હુમલાઓએ સમગ્ર રાત મોસ્કોની બહાર મોટા લોજિસ્ટિક સેન્ટરને નિશાન બનાવ્યું હતું. સવાર સુધી આ લોજિસ્ટિક સેન્ટરમાં આગ લાગી રહી હતી. રશિયાનાં સૌથી મોટા રિટેલ વેરહાઉસમાંથી એકમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો. યુક્રેન રશિયામાં વધુ ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનિયન સૈનિકોનું એક નાનું જૂથ સૂર્યમુખીનાં ખેતરમાં એકત્ર થયું હતું. તેમણે વિસ્ફોટકો ભરેલા ૨૦ નાના વિમાન જેવા ડ્રોન એકત્ર કર્યા હતાં અને પછી તેને રશિયા તરફ છોડયા હતાં. યુક્રેને લાંબા અંતરનાં ડ્રોન તૈયાર કર્યા છે જે રશિયાનાં અંતરિયાળ વિસ્તારો સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન રશિયાનાં મિલિટ્રી, ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક સાઇટ પર હુમલા કરે છે. કીવને ચાલુ વર્ષે રશિયા પર હુમલાનું પ્રમાણ વધારી દીધું છે. રશિયા ચાલુ વર્ષે લાંબા અંતરની મિસાઇલ અને ડ્રોનથી રશિયાને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેનનાં હુમલાઓને કારણે રશિયન ઓનલાઇન રિટેલની મોટી કંપનીને અબજો ડોલરનું નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે તાજેતરનાં તેના હુમલાઓને કારણે રશિયાનાં એરપોર્ટમાં અવરોધ ઉભો થયો છે અને ત્યાં ઇંધણની અછત ઉત્પન્ન થઇ છે અને રશિયન સૈનિકોનું મનોબળ નબળું પડયું છે.

App Store