Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Major crackdown on the Lawrence Bishnoi gang in Canada, 200 seafarers ordered to leave the country, 111 deported

VIDEO: કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી, 200 સાગરિતોને દેશ છોડવાનો આદેશ, 111ને કરાયા ડિપોર્ટ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેનેડામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ ગેંગના 200 સભ્યોને દેશ છોડવાનો હુકમ કર્યો છે, જેમાંથી લગભગ 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના સૂત્રો અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગૃપ હવે તેમની પ્રાથમિક ટાર્ગેટ યાદીમાં સામેલ છે. આ આકરી કાર્યવાહી વચ્ચે 25 વર્ષીય જશનદીપ સિંહનો મામલો પણ સામે આવ્યો છે. જશનદીપ સિંહ ભારતીય નાગરિક છે, અને ડિસેમ્બર 2022માં પોતાને વિદ્યાર્થી ગણાવીને કેનેડા પહોંચ્યો હતો. કેનેડાના ઈમિગ્રેશન એન્ડ રિફ્યુજી બોર્ડે જુલાઈમાં તેને દેશમાં રહેવા માટે અયોગ્ય ઠેરવ્યો અને બહાર કાઢવાનો આદેશ આપ્યો. પોલીસનો આરોપ છે કે, તેના તાર લોરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ નેટવર્ક સાથે જોડાયેલા હતા. જશનદીપ સિંહ સામે કાર્યવાહીનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો એક વીડિયો બન્યો છે. આ વીડિયો ઓગસ્ટ 2025માં એડમન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો હોવાનું કહેવાય છે. આ પાર્ટીમાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો અર્શદીપ સિંહ પણ હાજર હતો. અર્શદીપ સિંહને બિશ્નોઈ ગેંગનો મિડલ મેનેજર ગણાવવામાં આવ્યો છે, અને તેને 2026માં કેનેડાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.

App Store