VIDEO: કેનેડામાં નોકરીની લાલચ આપી અમદાવાદમાં યુવક સાથે રૂ.૨૮.૫૭ લાખની ઠગાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં કેનેડામાં નોકરી અપાવવાના બહાને એક યુવક સાથે ૨૮ લાખ ૫૭ હજાર રૂપિયાની મસમોટી છેતરપિંડી આચરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ ઈન્ડિડ ઈન્ડિયાપ્રાઇવેટ કંપનીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને યુવકનો સંપર્ક કર્યો હતો અને કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલી જીરાફે ફૂડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની નોકરીની લાલચ આપી હતી. ઠગબાજોએ યુવકનું ટેલિફોનિક ઇન્ટરવ્યુ લઈને વિશ્વાસ કેળવ્યા બાદ ઈમેલ દ્વારા બનાવટી ઓફર લેટર મોકલ્યો હતો. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બોડી ચેકઅપ અને રેસિડન્સી પરમિટ જેવા વિવિધ બહાના હેઠળ અલગ-અલગ બેંક ખાતામાં ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા હતા. જોકે યુવકને નોકરી પણ ન મળતી અને રૂપિયા પરત ન આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,

