Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "Lashkar-e-Taiba and Jaish Unguided Missile", shocking statement by Pakistani Defence Minister Khawaja Asif

"લશ્કર-એ-તૈયબા અને જૈશ અનગાઈડેડ મિસાઈલ", પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું ચોંકાવનારું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
"લશ્કર-એ-તૈયબા અને જૈશ અનગાઈડેડ મિસાઈલ", પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું ચોંકાવનારું નિવેદન
સોર્સ : gstv

આતંકવાદને પોતાની નીતિ બનાવનાર પાકિસ્તાન માટે હવે આ આતંકી સંગઠનો જ મોટો માથાનો દુખાવો બની ગયો છે. આ બાબત પાકિસ્તાનની સરકાર પણ સારી રીતે જાણે છે. વૈશ્વિક મંચ પર પોતાનો બચાવ કરવા માટે પાકિસ્તાન ભલે સતત જુઠ્ઠાણાં ફેલાવતું રહે, પરંતુ ક્યારેક ખુદ તેમના જ નેતાઓ તરફથી સત્ય બહાર આવી જાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક પોડકાસ્ટમાં મોટો ખુલાસો કરતા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને ખુલ્લેઆમ આતંકવાદી સંગઠન ગણાવ્યા છે. તેમણે આ સંગઠનોને દિશાવિહીન મિસાઈલ સાથે સરખાવતા સ્પષ્ટ કર્યું કે આ આતંકીઓ ક્યારે અને ક્યાં તબાહી મચાવશે તેની સરકારને પણ ખબર હોતી નથી.

App Store

લશ્કર અને જૈશ જેવા જૂથો દહેશત ફેલાવે છે : ખ્વાજા આસિફ

પાકિસ્તાનના એક પોડકાસ્ટમાં આસિફને પ્રશ્ન કરાયો હતો કે, શું ભારતના દબાણમાં આવીને પાકિસ્તાને લશ્કર અને જૈશ જેવા જૂથોને આતંકવાદી જાહેર કર્યા છે? આ સવાલના જવાબમાં આસિફે કહ્યું કે, ‘જો એવું જ હોય તો ઈધી ફાઉન્ડેશન કે કરાચીમાં સક્રિય સેવાભાવી સંસ્થાઓને આતંકવાદી સંગઠન કેમ જાહેર કરવામાં આવ્યા નથી? આવી સામાજિક સંસ્થાઓ જનતાની સેવા કરે છે, જ્યારે લશ્કર અને જૈશ જેવા જૂથો હથિયાર ઉઠાવીને દહેશત ફેલાવે છે.’

‘આતંકી સંગઠનો દેશની તાકાત ઘટાડે છે’

લશ્કર અને જૈશ પર આકરા પ્રહારો કરતા ખ્વાજા આસિફે જણાવ્યું કે, ‘આ જૂથો સમય અને સ્વાર્થ પ્રમાણે પોતાના રૂપ બદલે છે અને હથિયાર ઉઠાવી લે છે. તેઓ ક્યારેક અમેરિકા માટે લડે છે તો ક્યારેક પોતાના કે અન્ય કોઈના ફાયદા માટે યુદ્ધ શરૂ કરી દે છે.’ આસિફે આવા સંગઠનોની સરખામણી ભાડૂતી ફ્રેન્ચાઈઝી સાથે કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ‘સીરિયા અને ઈરાકની હાલત આ જ કારણોસર ખરાબ થઈ ગઈ છે, તેથી પાકિસ્તાનની પણ એવી દશા ન થાય, કારણ કે આવા જૂથો દેશની તાકાત ઘટાડે છે.’

આતંકી જૂથો અનગાઈડેડ મિસાઈલ : પાક. સંરક્ષણ મંત્રી

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આખરે સ્વીકાર્યું કે, ‘પાકિસ્તાનને હવે આવા હથિયારધારી જૂથોની કોઈ જરૂર નથી, કારણ કે આ જૂથો અનગાઈડેડ મિસાઈલ છે અને કોઈના કંટ્રોલમાં રહેતા નથી. પાકિસ્તાનના છેલ્લા 40-50 વર્ષના ઈતિહાસે આ વાત સાબિત કરી દીધી છે કે આવા સંગઠનો માત્ર પોતાના દેશ માટે જ વિનાશ સાબિત થયા છે.