VIDEO: પ્લેન હાઈજેક થવાના અહેવાલો પર ઈઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલયે નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી
દુબઈથી તેલ અવીવ જઈ રહેલા એક પેસેન્જર પ્લેન હાઈજેક થવાના અહેવાલો પર ઈઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલયે નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે કોઈ પ્લેન હાઈજેક થયું નથી. આ વિમાનને સાઉદી અરેબિયા તરફ વાળી દેવામાં આવ્યું હતું અને બાદમાં તેનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. અહેવાલો અનુસાર, ફ્લાઈટ દરમિયાન વિમાને એક ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું હતું. પ્લેનમાં 150થી વધુ મુસાફરો સવાર હતા. આ ઘટના બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તાકીદની બેઠક બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, વિમાનના મેન્યુઅલ લેન્ડિંગ અને યુ-ટર્ન દરમિયાન થોડા સમય માટે ઈમરજન્સી સિગ્નલ મોકલાયું હતું, જેનાથી વિમાન હાઈજેક થયું હોવાનો સંકેત મળ્યો હતો. બાદમાં વિમાનને સાઉદી અરેબિયા તરફ વાળી દેવાયું અને તેની ઊંચાઈ ઘટાડવામાં આવી હતી. આ દરમિયાન ઈઝરાયેલી ફાઈટર જેટ્સને પણ તરત જ રવાના કરવામાં આવ્યા હતા.

