VIDEO: ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેજેશ્કિયાનનો ટ્રમ્પ પર પ્રહાર, સુપ્રીમ લીડરની હત્યાની અપાવી યાદ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેજેશ્કિયાને ટ્રમ્પ સામે પ્રહારો કર્યા છે. તેમણે UNGAમાં પોતાનું ભાષણ શરૂ કરતા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્રમ્પની તે ટિપ્પણીનો જવાબ આપ્યો, જેમાં તેમણે ઈરાનના શાસનને આતંકવાદી ગણાવ્યું હતું. તેમણે દુનિયાને સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની હત્યાની યાદ અપાવી. પેજેશ્કિયાને કહ્યું કે 'હું એવા દેશમાંથી આવું છું, જ્યાંના સુપ્રીમ લીડરની હત્યા કરવામાં આવી, જ્યાં માસૂમોની સ્કૂલ પર બોમ્બ ફેંકીને તેમને મારી નાખવામાં આવ્યા .પેજેશ્કિયાને પોતાના ભાષણમાં સુપ્રીમ લીડર અને તે બાળકોની તસવીરો પણ બતાવી અને આરોપ લગાવ્યો કે, આ તમામને અમેરિકા અને ઈઝરાયેલના હથિયારોએ મારી નાખ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો આ પ્રકારના આતંકવાદી કૃત્યો કરે છે, અને તેમને તાલીમ આપે છે, તેઓ આતંકવાદી છે. અમે લોકો માત્ર અમારો બચાવ કરી રહ્યા હતા.

