VIDEO: ઈરાનના રાષ્ટ્રપતિ ભારતમાં, ટ્રમ્પનું હોર્મુઝ અંગે મોટું નિવેદન
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન ભારતની મુલાકાતે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકાના કંટ્રોલમાં છે અને ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે. ટ્રમ્પના નિવેદનથી મિડલ ઈસ્ટમાં વધેલા તણાવ વચ્ચે રાજકીય ગરમાવો વધુ તેજ થયો છે. દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિએ મિડલ ઈસ્ટમાં કોઈ બાહ્ય ‘રિજનલ પોલીસમેન’ની જરૂરિયાત ન હોવાનું કહ્યું છે. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું કે મિડલ ઈસ્ટને અમેરિકા જેવા કોઈ બાહ્ય ‘રિજનલ પોલીસમેન’ની જરૂર નથી અને વિસ્તારની સુરક્ષા સ્થાનિક દેશો દ્વારા જ સુનિશ્ચિત થવી જોઈએ. નવી દિલ્હીમાં યોજાયેલા BRICS શિખર સંમેલન દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટના તણાવને લઈને નિવેદનબાજી તેજ બની છે.

