VIDEO: અમેરિકાની એર સ્ટ્રાઈક બાદ ઈરાને ઝીંકી મિસાઈલો
સોર્સ : gstv
અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાની શાંતિ બાદ ફરી એકવાર ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકન સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિત ઈરાનના લારક ટાપુ પર મોટો હુમલો કર્યો છે, જેના જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર મિસાઈલો અને ડ્રોન વડે પલટવાર કર્યો છે. અમેરિકન હુમલાના થોડા જ કલાકોમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જોર્ડનમાં આવેલા અમેરિકા સંચાલિત કિંગ હુસૈન એરબેઝ અને 'અલ-અઝરક એરબેઝ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. ઈરાની મીડિયાના દાવો છે કે આ હુમલાથી અમેરિકન ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુદ્ધ વિમાનોના મથકોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી.

