VIDEO: ઈરાનની અમેરિકાને કડક ચેતવણી; રાષ્ટ્રપતિ ટ્રમ્પના 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને પ્રોજેક્ટ ડેડલોક ગણાવ્યો
સોર્સ : gstv
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પના 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને પ્રોજેક્ટ ડેડલોક ગણાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કોઈપણ રાજકીય સમસ્યાનો ઉકેલ લશ્કરી તાકાતથી શક્ય નથી અને આવી ઘટનાઓ સાબિત કરે છે કે સૈન્ય માર્ગ બિનઅસરકારક છે. યુએઈ પર મિસાઈલ હુમલા બાદ બંને દેશો સામસામે છે, ત્યારે ઈરાને પાકિસ્તાનની મદદથી ચાલી રહેલી વાતચીત ચાલુ રાખવા પર ભાર મૂક્યો છે. બીજી તરફ, ટ્રમ્પે અટવાયેલા જહાજોને સુરક્ષિત રસ્તો આપવા માટે 'પ્રોજેક્ટ ફ્રીડમ' શરૂ કરવાની જાહેરાત કરી સીઝફાયર જાળવી રાખવાની વાત કરી હતી. ઈરાને અમેરિકા અને યુએઈને ચેતવણી આપી છે કે તેઓ સ્થિતિ બગાડનારા તત્વોથી સાવધ રહે, કારણ કે હાલમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે અટવાયેલો જણાઈ રહ્યો છે.

