VIDEO: ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે મંત્રણા, યુરેનિયમ, AI અને ગિફ્ટ સિટી અંગે થઈ ચર્ચા
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી તાશકંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવ વચ્ચે તાશકંદ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી લઈ જવા પર સંમતિ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શાવકાત મિર્ઝિયોયેવ વચ્ચે તાશકંદમાં પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી. આ દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સાથે આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, ઊર્જા, ટેકનોલોજી અને શહેરો વચ્ચેના પરસ્પર સહયોગને વધારવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

