VIDEO: ભારત માત્ર માર્કેટ નથી, ગ્લોબલ ગ્રોથનું લોન્ચ પેડ છે: પીએમ મોદી
સોર્સ : gstv
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારતમાં વધતો મધ્યમ વર્ગ, ડિજિટલ ક્રાંતિ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ આપી રહ્યા છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકારના ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ મોડેલથી દેશમાં નીતિગત અને રાજકીય સ્થિરતા આવી છે. તેમણે વૈશ્વિક રોકાણકારોને સંદેશ આપતાં કહ્યું કે ભારત માત્ર એક વિશાળ બજાર નથી, પરંતુ વૈશ્વિક વિકાસનું મજબૂત ‘લૉન્ચ પેડ’ બની રહ્યું છે. આ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દરિયાઈ સહકાર વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ સહમતિ પણ થઈ છે.

